Thursday, August 6, 2020

વણઝર ગામનો ઈતિહાસ

નોંધ:- નિચેની માહિતી ગામના વડીલો દ્વારા એકઠી કરવામાં આવેલ છે.

મારા વણજર ગામનો ઈતિહાસ...

સૌ પ્રથમ વણજર ગામનું નામ કઈ રીતે પડયુ તે વિષે જાણીયે.
પહેલાના જમાનામાં વણજારા લોકો માલની હેરાફેરી કરતા હતા ત્યારે આ વણજારા લોકોની વણજાર આપણા ગામમાં પથરાત હતી.ત્યારે આ વણજારાની વણજાર ઉપરથી વણજર નામ પડયુ.
વણજર ગામની અંદર સૌ પ્રથમ નાગર ભ્રામણ લોકોનો વસવાટ હતો.
વણજર ગામની અંદર નાગર ભ્રામણ, સોની, કુંભાર જેવી જ્ઞાતિ નો વસવાટ હતો.
વણજર ગામના નાગર ભ્રામણો ડુંગરની તળેટીમાં વસવાટ કરતા હતા.
જયારે સોનીભાઈઓ આંબળિયા નામનું ગામ હતું ત્યાં વસવાટ કરતા હતા. જે અત્યારે આંબળિયા હનુંમાનજી તરીકે ઓળખાય છે.
આંબળિયા હનુંમાનજીની મૂર્તિ વર્ષો જુની છે જે ખંડિત છે.
વણજરમાં વસતા નાગર ભામણોની કુળદેવી દેજરોટ માતા હતી. તે અત્યારે દેજરોટ મંદિર તરીકે ઓળખાય છે.
વણજર ગામનું મહાદેવનું મંદિર સૌ પ્રથમ ડુંગરની કિનારે કણજીના વૃક્ષ નીચે મહાદેવની મૂર્તિની સ્થાપના હતી. ઈ.સ. ૧૯૭૨ ની અંદર ગામની વચ્ચે મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી.
વણજર ગામમાં ભાથીજી મહારાજના મંદિરની સ્થાપના મોતીભાઈ લખાભાઈ પગી ના હસ્તોને કરવામાં આવેલ છે. જે વિઠ્ઠલભાઈ નામના વ્યકિતને સાપને ડંખ માર્યો હતો જે છેલ્લી આશાએ માનતા રાખી જો હું બચી જઈશ તો નાનું-મોટું મંદિર બંધાવીશ અને તેમના બચવાના કદના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે પહેલા લિમડાની નીચે દિવો કરવામાં આવતો હતો.ત્યાર બાદ ઠાકોરભાઈ તથા ક્ષત્રિય ભાઈઓ દ્વારા તા. ૦૭-૦૫-૨૦૧૧ ના રોજ એ મંદિરની સ્થાપના કરવામાં આવી.

વણજર ગામની અંદર કુલ સાત વાવ હતી.

૧. ગામની વચ્ચોવચ આવેલ છે. તે ઈ.સ. ૧૬૩૨ માં બનાવવામાં આવેલ છે. જેના આશરે ૩૯૪ વર્ષ જૂની છે.
 
૨.આંબળિયા વાવ જે આંબળિયા ગામ તરીકે ઓળખાતું હતું ત્યાં આવેલ છે. જે આંબળિયા ગામ હોવાથી આંબળિયા વાવ તરીકે ઓળખાય છે. 
 
૩. ભુરાની વાવ જે ગુલાબપુરામાં આવેલ છે તે વખતે ભુરાની વાવ તૈયાર કરવા માટે રાજસ્થાની પથ્થર લાવવામાં આવ્યા હતા.
 
૪. વરાણાની વાવ જે અત્યારે વરણાનો ગાંટો કહેવાય છે. ત્યાં આવેલ હતી.
 
૫. દેજરોટની વાવ જે દેજરોટ મંદિરની બાજુમાં હોવાથી તે દેજરોટની વાવ તરીકે ઓળખાય છે.
 
૬. વડી. વાય જે પટેલ કાંહયાભાઈ ગલબાભાઈના ખેતરમાં આવેલ છે. જે વડી વાવ તરીકે ઓળખાય છે.

૭. ખેરાડી ગામના તળાવની અંદર જે પહેલા વણજરના સીમાડામાં ગણાતી એવી એક વાવ ખેરાડી તળાવમાં હતી એમ વણજરમાં કુલ સાત વાવ હતી.

વણજર ગામના વણકર ભાઈઓ જે વણાટકામમાં માહીર હતા જેથી વણજર ગામની પશેરી પ્રખ્યાત હતી.

પહેલાના જમાનામાં આદિવાસી (ભીલ) લોકો ચોરીઓ કરવા માટે આવતા હતા ત્યારે ગુલાબસિંહ વદનસિંહ રાઠોડે એક ગોળીમાં સાત ભીલ માર્યા હતા જે આજેય તે વિસ્તારના આદિવાસી અને વણજર વચ્ચે વેર (દુશ્મન) ગણાય છે.

વણજરના ગુલાબસિંહે ઠાકોર ભાઈઓને રહેવા માટે જગ્યા આપી એટલા માટે તે જગ્યા ગુલાબપુરા તરીકે ઓળખાય છે.

વણજર ગામનો ઈતિહાસ આજેય અમદાવાદની ગુજરાત વલ્લભવિધાપીઠની અંદર ઉલ્લેખ કરવામાં આવેલ છે..

From :- વણઝર યુવા સંગઠન 

1 comment:

  1. દર વર્ષે વણઝર માં શ્રાવણ વદ આઠમ કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં આજુ બાજુ નાં ઘણાં ગામડા ના લોકો યાત્રા જોવા માટે આવે છે,
    નંદ મહોત્સવ નાં દિવસે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવે છે જે એક અલગ જ રમણીય દ્રશ્ય સર્જે છે
    જન્માષ્ટમી ની રાત્રે અને વિવિધ તહેવારો મા પ્રણામી સંપ્રદાય નાં લોકો દ્રારા કરવા મા આવતી રામત ખૂબ જ લોકપ્રિય નૃત્ય છે જે એક પ્રકાર નો રાસ જ છે પણ તમને જોવી ગમે એ રામત નાં બોલ અને તેમાં રહેલો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમભાવ જાણે કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેવી અનુભૂતિ પણ રામત ગાતા અને રમતા આવડતી હોય એવા ખૂબ જ ઓછા વડીલો બચ્યા છે વણઝર યુવા સંગઠન આ સંસ્કૃતિ ને આગળ વધારવા નાં પ્રયાસો પણ કરે છે
    વણઝર નાં ભજન મંડળ ની ઝલક ખૂબ જ અનોખી છે, વણઝર નાં ભજન મંડળ ને દુર દુર થી ભજન નાં આમંત્રણ મળે છે

    ReplyDelete

વણઝર ગામનો ઈતિહાસ

નોંધ:- નિચેની માહિતી ગામના વડીલો દ્વારા એકઠી કરવામાં આવેલ છે. મારા વણજર ગામનો ઈતિહાસ... સૌ પ્રથમ વણજર ગામનું નામ કઈ રીતે પડયુ તે વિષે જાણીયે...