Thursday, August 6, 2020

વણઝર ગામનો ઈતિહાસ

નોંધ:- નિચેની માહિતી ગામના વડીલો દ્વારા એકઠી કરવામાં આવેલ છે.

મારા વણજર ગામનો ઈતિહાસ...

સૌ પ્રથમ વણજર ગામનું નામ કઈ રીતે પડયુ તે વિષે જાણીયે.
પહેલાના જમાનામાં વણજારા લોકો માલની હેરાફેરી કરતા હતા ત્યારે આ વણજારા લોકોની વણજાર આપણા ગામમાં પથરાત હતી.ત્યારે આ વણજારાની વણજાર ઉપરથી વણજર નામ પડયુ.
વણજર ગામની અંદર સૌ પ્રથમ નાગર ભ્રામણ લોકોનો વસવાટ હતો.
વણજર ગામની અંદર નાગર ભ્રામણ, સોની, કુંભાર જેવી જ્ઞાતિ નો વસવાટ હતો.
વણજર ગામના નાગર ભ્રામણો ડુંગરની તળેટીમાં વસવાટ કરતા હતા.
જયારે સોનીભાઈઓ આંબળિયા નામનું ગામ હતું ત્યાં વસવાટ કરતા હતા. જે અત્યારે આંબળિયા હનુંમાનજી તરીકે ઓળખાય છે.
આંબળિયા હનુંમાનજીની મૂર્તિ વર્ષો જુની છે જે ખંડિત છે.
વણજરમાં વસતા નાગર ભામણોની કુળદેવી દેજરોટ માતા હતી. તે અત્યારે દેજરોટ મંદિર તરીકે ઓળખાય છે.
વણજર ગામનું મહાદેવનું મંદિર સૌ પ્રથમ ડુંગરની કિનારે કણજીના વૃક્ષ નીચે મહાદેવની મૂર્તિની સ્થાપના હતી. ઈ.સ. ૧૯૭૨ ની અંદર ગામની વચ્ચે મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી.
વણજર ગામમાં ભાથીજી મહારાજના મંદિરની સ્થાપના મોતીભાઈ લખાભાઈ પગી ના હસ્તોને કરવામાં આવેલ છે. જે વિઠ્ઠલભાઈ નામના વ્યકિતને સાપને ડંખ માર્યો હતો જે છેલ્લી આશાએ માનતા રાખી જો હું બચી જઈશ તો નાનું-મોટું મંદિર બંધાવીશ અને તેમના બચવાના કદના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે પહેલા લિમડાની નીચે દિવો કરવામાં આવતો હતો.ત્યાર બાદ ઠાકોરભાઈ તથા ક્ષત્રિય ભાઈઓ દ્વારા તા. ૦૭-૦૫-૨૦૧૧ ના રોજ એ મંદિરની સ્થાપના કરવામાં આવી.

વણજર ગામની અંદર કુલ સાત વાવ હતી.

૧. ગામની વચ્ચોવચ આવેલ છે. તે ઈ.સ. ૧૬૩૨ માં બનાવવામાં આવેલ છે. જેના આશરે ૩૯૪ વર્ષ જૂની છે.
 
૨.આંબળિયા વાવ જે આંબળિયા ગામ તરીકે ઓળખાતું હતું ત્યાં આવેલ છે. જે આંબળિયા ગામ હોવાથી આંબળિયા વાવ તરીકે ઓળખાય છે. 
 
૩. ભુરાની વાવ જે ગુલાબપુરામાં આવેલ છે તે વખતે ભુરાની વાવ તૈયાર કરવા માટે રાજસ્થાની પથ્થર લાવવામાં આવ્યા હતા.
 
૪. વરાણાની વાવ જે અત્યારે વરણાનો ગાંટો કહેવાય છે. ત્યાં આવેલ હતી.
 
૫. દેજરોટની વાવ જે દેજરોટ મંદિરની બાજુમાં હોવાથી તે દેજરોટની વાવ તરીકે ઓળખાય છે.
 
૬. વડી. વાય જે પટેલ કાંહયાભાઈ ગલબાભાઈના ખેતરમાં આવેલ છે. જે વડી વાવ તરીકે ઓળખાય છે.

૭. ખેરાડી ગામના તળાવની અંદર જે પહેલા વણજરના સીમાડામાં ગણાતી એવી એક વાવ ખેરાડી તળાવમાં હતી એમ વણજરમાં કુલ સાત વાવ હતી.

વણજર ગામના વણકર ભાઈઓ જે વણાટકામમાં માહીર હતા જેથી વણજર ગામની પશેરી પ્રખ્યાત હતી.

પહેલાના જમાનામાં આદિવાસી (ભીલ) લોકો ચોરીઓ કરવા માટે આવતા હતા ત્યારે ગુલાબસિંહ વદનસિંહ રાઠોડે એક ગોળીમાં સાત ભીલ માર્યા હતા જે આજેય તે વિસ્તારના આદિવાસી અને વણજર વચ્ચે વેર (દુશ્મન) ગણાય છે.

વણજરના ગુલાબસિંહે ઠાકોર ભાઈઓને રહેવા માટે જગ્યા આપી એટલા માટે તે જગ્યા ગુલાબપુરા તરીકે ઓળખાય છે.

વણજર ગામનો ઈતિહાસ આજેય અમદાવાદની ગુજરાત વલ્લભવિધાપીઠની અંદર ઉલ્લેખ કરવામાં આવેલ છે..

From :- વણઝર યુવા સંગઠન 

વણઝર ગામનો ઈતિહાસ

નોંધ:- નિચેની માહિતી ગામના વડીલો દ્વારા એકઠી કરવામાં આવેલ છે. મારા વણજર ગામનો ઈતિહાસ... સૌ પ્રથમ વણજર ગામનું નામ કઈ રીતે પડયુ તે વિષે જાણીયે...